View Hymn (Bhajan)
Hymn No. 4457 | Date: 29-Jan-20152015-01-292015-01-29કરવો છે પળ-પળનો સદુપયોગ, પણ સમયની કિંમત હજી સમજાઈ નથીSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=karavo-chhe-palapalano-sadupayoga-pana-samayani-kimmata-haji-samajai-nathiકરવો છે પળ-પળનો સદુપયોગ, પણ સમયની કિંમત હજી સમજાઈ નથી,
જાણે છે વીતેલો સમય પાછો ફરવાનો નથી, પણ આંખ હજી ખૂલી નથી,
આળસની પટ્ટી બાંધી છે આંખ પર, હજી પૂરી જાગૃતિ આવી નથી,
ક્યારેક નાસમજી તો ક્યારેક નાદાની, સાચી સમજ હજી તો જાગી નથી,
સમયની ચાલ ના રોકાય, વાત હજી અંતસ્થ થઈ નથી
દિવાસ્વપ્નમાં રાચવું ને મહાલવું ગમે, હજી હકીકતના દીદાર થયા નથી
પામ્યા તો શું પામ્યા જીવનમાં, જ્યાં ખુદની પહેચાન થઈ નથી
કરવો છે પળ-પળનો સદુપયોગ, પણ સમયની કિંમત હજી સમજાઈ નથી