View Hymn (Bhajan)
Hymn No. 130 | Date: 07-Oct-19921992-10-071992-10-07આવ્યો એક નાનકડો ઝોંકો પવનનો, મૂંઝવણમાં મને એ તો મૂકી ગયો છેSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=avyo-eka-nanakado-jonko-pavanano-munjavanamam-mane-e-to-muki-gayo-chheઆવ્યો એક નાનકડો ઝોંકો પવનનો, મૂંઝવણમાં મને એ તો મૂકી ગયો છે,
આ શું? ક્યાંથી આવ્યો? કેમ આવ્યો જાગ્યા હૈયે સેંકડો સવાલ,
ન મળતા એકનો જવાબ, મૂંજવણમાં હું તો મુકાઈ ગયો,
સમુદ્રના પાણીમાં ઊઠતા વમળ જોઈ પાછો મૂંઝઈ હું તો ગયો,
કેમ ઊઠ્યા? ક્યારે ઊઠ્યા? ન આવ્યો ઉત્તર એનો જ્યાં, મૂંઝવણમાં હું તો મુકાઈ ગયો,
હૈયે આવ્યા ઉછાળા જ્યાં મને, ત્યાં ભાગ્યું મન લગામને તોડીને,
જ્યારે ન પડી લગામની ખબર ત્યારે સરખામણીમાં હું તો સરકી ગયો.
આવ્યો એક નાનકડો ઝોંકો પવનનો, મૂંઝવણમાં મને એ તો મૂકી ગયો છે