View Hymn (Bhajan)
Hymn No. 129 | Date: 07-Oct-19921992-10-071992-10-07કર્મરૂપી કિચડમાં ઊગ્યું છે આત્મરૂપી કમળSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=karmarupi-kichadamam-ugyum-chhe-atmarupi-kamalaકર્મરૂપી કિચડમાં ઊગ્યું છે આત્મરૂપી કમળ
છે કમળ કાદવથી પર, છતાં પણ સમાયેલો છે ભીતર
પડયું છે એક બીજ કાદવમાં, તો બનશે એ વૃક્ષ
પણ સતકર્મ કરી થાજે કાદવથી પર,
રહીશ ભલે એમાં પણ નહીં લાગે તને એનો ડર,
બીજમાંથી વૃક્ષ બને છે, ધીરેધીરે વૃક્ષ તો ઊગશે બારેમાસ,
પણ ફૂલ તો ખીલે છે સમય પર જ, ખીલતા ફૂલોને તો લાગે છે વાર,
સૂર્યના કુમળા કિરણનો સાથ લઈ ખીલે ફૂલો તો, નથી ખીલતા એમને એમ, ધરી ધીરજ હૈયે, બની પ્રેક્ષક તું લેજ મજા, ખીલતી કળીઓનો
તો નહીં લાગે તારા કમળ પર કિચડના ડાગ,
અને કરી લેશે એ તો પ્રભુના ચરણમાં સહવાસ
કર્મરૂપી કિચડમાં ઊગ્યું છે આત્મરૂપી કમળ