View Hymn (Bhajan)
Hymn No. 2919 | Date: 26-Oct-19981998-10-261998-10-26બદલાઈ રાહ જ્યાં ત્યાં મંજિલ બદલાઈ ગઈSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=badalai-raha-jyam-tyam-manjila-badalai-gaiબદલાઈ રાહ જ્યાં ત્યાં મંજિલ બદલાઈ ગઈ
શરીરે ભાન ખોયું મુક્તિ પંથનો યાત્રી, હું બની ગયો
ખોતા ખોતા, શરીર ભાન ના ખોયું, કે જગ યાત્રી બની ગયો
ભાવોની યાત્રા ભાવો દ્વારા કરી, હું આગળ વધતો ગયો
મન મયુર મારું પંખ લગાડીને, ઉડતો ને ઉડતો રહ્યો
ઇચ્છાઓ અનુસાર, ભાવોની લહેરોમાં ખોવાતો ગયો
ક્યારેક રાહે ખુદાઈ તો ક્યારેક જુદાઈ હું સહેતો ગયો
બંધનોને છોડવાને બદલે, બંધનોથી બંધાતો ગયો
મુક્તિ માર્ગના અમીરસ ચાહ્યા પીવા, પણ પી ના શક્યો
કે આખર તો હું, જગયાત્રી બની યાત્રા જગની કરતો રહ્યો
બદલાઈ રાહ જ્યાં ત્યાં મંજિલ બદલાઈ ગઈ