View Hymn (Bhajan)
Hymn No. 2920 | Date: 26-Oct-19981998-10-261998-10-26કરે અસલામતીનો વિચાર, પ્રભુનો ના કરે તું ખ્યાલSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=kare-asalamatino-vichara-prabhuno-na-kare-tum-khyalaકરે અસલામતીનો વિચાર, પ્રભુનો ના કરે તું ખ્યાલ
સમજે તું ખુદને અસલામત, વાત આ પ્રભુને ગમતી નથી
તારી સલામતી કાજે કર્યો છે પૂરો બંદોબસ્ત, પ્રભુએ કમી કોઈ રાખી નથી
તોય અસલામતી તારા દિલથી જાતી નથી, વાત આ તારી પ્રભુને ગમતી નથી
વાત આ તારી, દિલ પ્રભુનું દુભાવ્યા વિના રહેતી નથી
એની નાવમાં બેસે તું ને ગભરાતો રહે હરપળ, વાત આ પ્રભુને ગમતી નથી
ક્યાંથી સમજે તું એને, કે સલામતી ને એની તે મહેસૂશ કરી નથી
મળ્યું છે જીવનમાં, ના કરે ઉપયોગ તું, કરે દૂરઉપયોગ એનો, વાત પ્રભુને ગમતી નથી
સંજોગોના વાવાઝોડામાં છે તું ફસાયેલો, કે વિશ્વાસની જ્યોત દિલમાં જાગતી નથી
વિશ્વાસે એના પામે તું બધું તોય રહે દિલમાં તારા અવિશ્વાસ, વાત આ પ્રભુને ગમતી નથી
કરે અસલામતીનો વિચાર, પ્રભુનો ના કરે તું ખ્યાલ