View Hymn (Bhajan)
Hymn No. 2918 | Date: 26-Oct-19981998-10-261998-10-26હૈયામાં હેત નથી, વાતોમાં ચિત નથી ને દિલમાં કોઈ પ્રીત નથીSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=haiyamam-heta-nathi-vatomam-chita-nathi-ne-dilamam-koi-prita-nathiહૈયામાં હેત નથી, વાતોમાં ચિત નથી ને દિલમાં કોઈ પ્રીત નથી
છે આવી હાલત મારા હૈયાની, આ કોઈ ગઝલ કે ગીત નથી
કર્યા છે કાર્ય એવા કે જેમાં મળી મને કોઈ જીત નથી
ક્યાંથી ઊઠે હૈયે રણકાર કે, હૈયામાં થનગનતું જીવન સંગીત નથી
ભટકતું મારું મન ભટકતું રહ્યું છે પાસે એની, એનો મિત નથી
કેમ કરી વખાણવી આવી હાલતને મારી, કે જેની કોઈ રીત નથી
કરું છું એવું હું જીવનમાં શાને કે જેમાં કોઈ મારું હિત નથી
ક્યાંથી સમજી શકું ને જોઈ શકું બધું, સાચી રીતે કે, મારી પાસે એવી મીટ નથી
દર્દની દુનિયામાં ખોવાયો છું હું એવો, કે પાસે મારી કોઈ સાથી નથી
આમ તો છે બધું જીવનમાં પાસે મારી કોઈ વાતની કમી નથી, પણ હૈયામાં …
હૈયામાં હેત નથી, વાતોમાં ચિત નથી ને દિલમાં કોઈ પ્રીત નથી