View Hymn (Bhajan)

Hymn No. 2916 | Date: 24-Oct-19981998-10-24બહુ કરી, બહુ કરી, હવે વધારે ફિકર મારે કરવી નથીhttps://mydivinelove.org/bhajan/default.aspx?title=bahu-kari-bahu-kari-have-vadhare-phikara-mare-karavi-nathiબહુ કરી, બહુ કરી, હવે વધારે ફિકર મારે કરવી નથી,

બદલે કોઈ રંગ રૂપ પોતાના, પળ પળ અસર એની, મારા પર થાવા દેવી નથી,

પરેશાનીઓ ક્યાં ઓછી છે જીવનમાં ખુદને વધારે પરેશાન કરવું નથી,

કોઈ છેડે તે છેડે, કાબૂ ખુદનો મારે કાબૂ બહાર જાવું નથી,

વગર ચાલે કરી મુસાફરી ઘણી હવે, ખોટી મુસાફરી મારે કરવી નથી,

કોઈના વર્તનની અસર મારા દિલ પર, મારે થાવા દેવી નથી,

લેવું છે નામ તારું પ્રભુ, બીજું હવે મારે કાંઈ કરવું નથી,

મારી ખુશીનું લીલામ મારે હવે સરેઆમ વારેઘડીએ કરવું નથી,

આવે કોઈ પાસે તો પ્યાર ભર્યો આવકાર આપ્યા વિના રહેવું નથી,

બાકી સતત એના ધ્યાનમાં મારે હવે જીવવું નથી.

બહુ કરી, બહુ કરી, હવે વધારે ફિકર મારે કરવી નથી

View Original
Increase Font Decrease Font

બહુ કરી, બહુ કરી, હવે વધારે ફિકર મારે કરવી નથી,

બદલે કોઈ રંગ રૂપ પોતાના, પળ પળ અસર એની, મારા પર થાવા દેવી નથી,

પરેશાનીઓ ક્યાં ઓછી છે જીવનમાં ખુદને વધારે પરેશાન કરવું નથી,

કોઈ છેડે તે છેડે, કાબૂ ખુદનો મારે કાબૂ બહાર જાવું નથી,

વગર ચાલે કરી મુસાફરી ઘણી હવે, ખોટી મુસાફરી મારે કરવી નથી,

કોઈના વર્તનની અસર મારા દિલ પર, મારે થાવા દેવી નથી,

લેવું છે નામ તારું પ્રભુ, બીજું હવે મારે કાંઈ કરવું નથી,

મારી ખુશીનું લીલામ મારે હવે સરેઆમ વારેઘડીએ કરવું નથી,

આવે કોઈ પાસે તો પ્યાર ભર્યો આવકાર આપ્યા વિના રહેવું નથી,

બાકી સતત એના ધ્યાનમાં મારે હવે જીવવું નથી.

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

bahu karī, bahu karī, havē vadhārē phikara mārē karavī nathī,

badalē kōī raṁga rūpa pōtānā, pala pala asara ēnī, mārā para thāvā dēvī nathī,

parēśānīō kyāṁ ōchī chē jīvanamāṁ khudanē vadhārē parēśāna karavuṁ nathī,

kōī chēḍē tē chēḍē, kābū khudanō mārē kābū bahāra jāvuṁ nathī,

vagara cālē karī musāpharī ghaṇī havē, khōṭī musāpharī mārē karavī nathī,

kōīnā vartananī asara mārā dila para, mārē thāvā dēvī nathī,

lēvuṁ chē nāma tāruṁ prabhu, bījuṁ havē mārē kāṁī karavuṁ nathī,

mārī khuśīnuṁ līlāma mārē havē sarēāma vārēghaḍīē karavuṁ nathī,

āvē kōī pāsē tō pyāra bharyō āvakāra āpyā vinā rahēvuṁ nathī,

bākī satata ēnā dhyānamāṁ mārē havē jīvavuṁ nathī.