View Hymn (Bhajan)
Hymn No. 2913 | Date: 22-Oct-19981998-10-221998-10-22વિશ્વાસનો શ્વાસ લેવાનું ચૂકશે માનવી, તો પાસે એની શું રહેશેSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=vishvasano-shvasa-levanum-chukashe-manavi-to-pase-eni-shum-rahesheવિશ્વાસનો શ્વાસ લેવાનું ચૂકશે માનવી, તો પાસે એની શું રહેશે
લૂંટાઈ જાશે જ્યાં દિલની અમીરી એની, તો પાસે એનું શું રહેશે
અવિશ્વાસને વસાવશે જો દિલમાં માનવી, તો પાસે એની શું રહેશે
શ્રધ્દાની જગ્યાએ પીસે કુશંકાના જામ, તો પાસે એની શું રહેશે
જીવનમાં ડગલે ને પગલે ડરશે, ના રાખશે હૈયે હામ જો, તો પાસે એની શું રહેશે
સ્વાર્થમાં ડૂબી જાશે એ એવો, આવશે ના એને અન્યનો ખ્યાલ જો, પાસે એની શું રહેશે
લૂંટાઈ જાશે સદ્દગુણોની દોલત જો જીવનમાં, તો પાસે એની શું રહેશે
પોતાના કાર્યથી એ જીવનમાં, જો રહેશે સદા અજાણ, તો પાસે એની શું રહેશે
ભૂલી જાશે જો પ્રભુનું નામ જીવનમાં, તો પાસે એની શું રહેશે
માયાની દુનિયામાં ખોવાઈ જાશે, તો પાસે એની શું રહેશે
વિશ્વાસનો શ્વાસ લેવાનું ચૂકશે માનવી, તો પાસે એની શું રહેશે