View Hymn (Bhajan)
Hymn No. 2917 | Date: 24-Oct-19981998-10-241998-10-24સાગરના બદલતા રૂપ જોઈને દિલોના ભાવોના અંદાજ મળી જાશેSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=sagarana-badalata-rupa-joine-dilona-bhavona-andaja-mali-jasheસાગરના બદલતા રૂપ જોઈને દિલોના ભાવોના અંદાજ મળી જાશે
અનુભવી હશે એ તો આ વાતને જલદીથી સમજી જાશે
સાગરની બદલાતી હાલત પરથી, જીવનનો અંદાજો મળી જાશે
શાંત સાગર જોઈને લાગે ક્યારેક શું એમાં મોજા ઊછળતા હશે
જોઈને ભરતી ઓટના તોફાન, એની શાંતીનો અંદાજ ના મળશે
માનવીનું છે આવું જ, હૈયાના વલોપાત એના ચાલ્યા કરશે
જોઈએ ક્યારેક એકરૂપ તો, બીજા રૂપનો વિચાર પણ ના આવે
જીવનના દસ્તુરોના અંદાજ, સાગર પાસે તો સદા મળી જાશે
ખ્વાહિશોની ખેંચતાણ તો થાય છે, શું અસર એ કિનારો કઈ દેશે?
સાગરના બદલતા રૂપ જોઈને દિલોના ભાવોના અંદાજ મળી જાશે