View Hymn (Bhajan)
Hymn No. 2861 | Date: 13-Oct-19981998-10-131998-10-13બંધન છે આ જગના નિયમ, બંધનના આધારે આ જગ ચાલે છેSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=bandhana-chhe-a-jagana-niyama-bandhanana-adhare-a-jaga-chale-chheબંધન છે આ જગના નિયમ, બંધનના આધારે આ જગ ચાલે છે
ખેલે છે ખેલ પ્રભુ એવા, કે આખર તો આ જગને રમાડે છે
છે બંધન ત્યાં છે માયા, માયા એ તો બંધન જ છે
સૃષ્ટિ ચાલે છે આ, એનો અતૂટ નાતો તો બંધન છે
હૈયામાં જગાવ્યા ભાવો એવા કે, ભાવો હૈયાના બંધન છે
મનમાં જગાવ્યા વિચાર એવા કે, વિચારને મનનું બંધન છે
છે બંધન હરએક રિશ્તા-નાતામાં કે આખર તો પ્રભુની માયા છે
ભાગ્યને છે કર્મનું બંધન કે, આ અતૂટ બંધન તો પુરાણા છે
જાગે હૈયામાં પ્યાર તો જાગે આકારનું બંધન કે, બંધન આખર બંધન છે
ચાલી રહ્યું છે આ જગ, કે એનું કારણ આ બંધન છે
બંધન છે આ જગના નિયમ, બંધનના આધારે આ જગ ચાલે છે