View Hymn (Bhajan)
Hymn No. 2860 | Date: 13-Oct-19981998-10-131998-10-13જાણે અજાણે તું બધું શીખતો ને શીખતો રહ્યો છેSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=jane-ajane-tum-badhum-shikhato-ne-shikhato-rahyo-chheજાણે અજાણે તું બધું શીખતો ને શીખતો રહ્યો છે
જાણીને તું શીખીશ તો કેટલું શીખીશ, એનો અંદાજ તને છે
પ્રેમ કહીને કાંઈ પ્રેમ થાતો નથી, અજાણતા એ થાય છે
નિભાવવો હોય પ્રેમને તો કોશિશ પૂરી કરવી પડે છે
જે પાસે આવ્યું એ ક્યાં સુધી પાસે રહેશે, ના એનો કોઈ અંદાજો છે
આવે પાસે એને પ્રેમ બંધનમાં બાંધવાનો છે
ના થાશે દૂર કયારેક એ ના, એ દૂર ક્યારેક રહેવાનો છે
અજાણે શીખી ગયો છે જીવનમાં, કે જાણ એની રાખવાની છે
શીખવું પડશે જીવનમાં તને જીવનના ઢંગ, એના વિના ના પામવાનો છે
મટી જાશે તારી બધી ખેંચતાણ, કે આખર એને મિટાવવાની છે
જાણે અજાણે તું બધું શીખતો ને શીખતો રહ્યો છે