View Hymn (Bhajan)
Hymn No. 2862 | Date: 13-Oct-19981998-10-131998-10-13પ્રભુ તને પામવાની આ જીવનયાત્રા, અમે કરીએ છીએSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=prabhu-tane-pamavani-a-jivanayatra-ame-karie-chhieપ્રભુ તને પામવાની આ જીવનયાત્રા, અમે કરીએ છીએ
આ જીવનયાત્રામાં યાત્રાઓ, નાની નાની ઘણી કરીએ છીએ
તારી યાત્રા કરવા નીકળ્યા છીએ, કે ધીમે ધીમે ચાલીએ છીએ
જીવનયાત્રામાં પ્રભુ ડગલે ને પગલે, વિસામા અમે લઈએ છીએ
હળવાફૂલ થવાનું આવડતું નથી, શ્વાસે શ્વાસે ભારી અમે બનીએ છીએ
પગ ઊંચકીયે ના ઊંચકીયે આગળ, એ પહેલા અમે થાકીએ છીએ
બોઝ ઉતારવા મળ્યું છે જીવન, પણ બોઝ ભેગો અમે કરીએ છીએ
ભૂલીને આ યાત્રાનું ધ્યેય, ના જાણે અમે શું શું કરીએ છીએ
મંજિલ વિનાના રાહ ભૂલેલા અધવચ્ચે રાહમાં અમે ભટકીએ છીએ
જીવનયાત્રામાં અમે પળ પળ દુઃખની માત્રા વધારીએ છીએ
પ્રભુ તને પામવાની આ જીવનયાત્રા, અમે કરીએ છીએ