View Hymn (Bhajan)
Hymn No. 1647 | Date: 01-Aug-19961996-08-011996-08-01બસ કર થોડો ઇંતઝાર, એના પછી તારી તમન્ના તો જરૂર પૂરી થવાની છેSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=basa-kara-thodo-intajara-ena-pachhi-tari-tamanna-to-jarura-puri-thavaniબસ કર થોડો ઇંતઝાર, એના પછી તારી તમન્ના તો જરૂર પૂરી થવાની છે
મળશે જે ઇંતઝાર પછી મઝા, એની તો તને અનોખી આવવાની છે
વગર ઇંતઝારે મળશે તને જે જીવનમાં, કદર એની તું કેટલી કરવાનો છે
કરવી છે જ્યાં હરએક ચીઝની કદર ત્યાં ઇંતઝારની થોડી જરૂરત રહેવાની છે
સમજાય છે એમાં મૂલ્યતા તો વસ્તુની, નહીં તો કિંમત અહીં કોણ પૂછે છે
મળે છે જે થોડી મુશ્કેલી પછી તો, એનો મર્મ થોડો વધારે સમજાય છે
આસાનીથી મળે છે જે એના પર તો, ધ્યાન બી ના કદી જાય છે
માણવી હોય મીઠાશ ગર તને હરપળની તો, ઇંતઝારની જરૂર છે
સમજીશ ને ઓળખીશ જ્યાં સાચી રીતે, ત્યાં મઝા એની કાંઈક ઔર છે
નથી દૂર તારો ખુદા તારાથી, બસ વચ્ચે થોડો ઇંતઝાર છે
બસ કર થોડો ઇંતઝાર, એના પછી તારી તમન્ના તો જરૂર પૂરી થવાની છે