View Hymn (Bhajan)
Hymn No. 1648 | Date: 01-Aug-19961996-08-011996-08-01પ્રભુ ચાહું છું હું નિત્ય મિલન તારું, જેના કાજે મારે ખૂબ સહન કરવાનું છેSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=prabhu-chahum-chhum-hum-nitya-milana-tarum-jena-kaje-mare-khuba-sahanaપ્રભુ ચાહું છું હું નિત્ય મિલન તારું, જેના કાજે મારે ખૂબ સહન કરવાનું છે
આવે કેવી બી ક્ષણો મારી સામે, હરએક ક્ષણને મારે પ્રેમથી જીતવાની છે
આવે અવરોધો કેવા બી રાહમાં મારી, ના એનાથી ગભરાવાનું છે
હોય મુસીબતો કેવી બી મારી રાહમાં, ના એનાથી હારીને મારે બેસવાનું છે
કરવી છે જો મને મારી ઇચ્છા પૂરી, તો તીવ્રતા એની હરપળ વધારવાની છે
લાખ થાય અણધાર્યું ભલે પણ, ધાર્યું મારું મને તો પૂરું કરવાનું છે
આવે અંધકાર કે મળે પ્રકાશ રાહમાં, પણ મારે તો આગળ વધવાનું છે
ધારે છે જે રાહ ના મળે મંઝિલ જ્યાં સુધી, ત્યાં સુધી આગળ વધવાનું છે
મળે હાર કે થાક ભૂલીને બધું પ્રભુ, તારી મસ્તીભરી યાદમાં રહેવું છે
આપે છે જ્યાં પૂર્ણ શક્તિ તુજ પ્રભુ, ત્યાં સહન બી મારે ક્યાં કરવાનું છે
પ્રભુ ચાહું છું હું નિત્ય મિલન તારું, જેના કાજે મારે ખૂબ સહન કરવાનું છે