View Hymn (Bhajan)
Hymn No. 1646 | Date: 01-Aug-19961996-08-011996-08-01ઘણુંઘણું શીખવાનું છે ને ઘણુંઘણું સમજવાનું છેSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=ghanunghanum-shikhavanum-chhe-ne-ghanunghanum-samajavanum-chheઘણુંઘણું શીખવાનું છે ને ઘણુંઘણું સમજવાનું છે
ઘણુંઘણું ખાવાનું છે ને ઘણુંઘણું પચાવવાનું છે
ગમા-અમગમાને ત્યજી જે મળે એમાં તો ખુશ ને રાજી રહેવાનું છે
નહીં મળે ત્યાં સુધી મંઝિલ જ્યાં સુધી, અધૂરપ થોડી બી રહેવાની છે
પામવું છે પ્રભુ તને, કાર્ય એ સહેલું નથી, પ્રયત્ન પૂરા તો કરવાના છે
પૂર્ણ પુરુષાર્થ વગર તને પમાતું નથી, તને પામ્યા વિણ ના હવે રહેવું છે
ભૂલીને ને ભુલાવીને બીજું બધું તારી યાદમાં સ્થિર રહેવું છે
માન ને અપમાનના વિષથી તો, હવે મારે બચવાનું છે
હોય સંજોગો કડવા કે મીઠા, હરએક સ્વાદને મારે પચાવવાનો છે
ના જાગે હૈયે એનો અભાવ કે ભાવ તકેદારી એની રાખવાની છે
મુશ્કેલ કાર્યને આસાન બનાવવું છે પ્રભુ, હવે તારાથી દૂર ના રહેવું છે
ઘણુંઘણું શીખવાનું છે ને ઘણુંઘણું સમજવાનું છે