View Hymn (Bhajan)
Hymn No. 216 | Date: 13-Jul-19931993-07-131993-07-13ભલે ખોઊં હું તો મારું ભાન, ભૂલું હું તો મારું શાનSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=bhale-khoum-hum-to-marum-bhana-bhulum-hum-to-marum-shanaભલે ખોઊં હું તો મારું ભાન, ભૂલું હું તો મારું શાન,
પ્રભુ પણ તું તો છે સજાગ,
ભલે જાગે મન વૈરાગ, કે જાગે કોઈ પણ રાગ,
પ્રભુ તું તો છે સજાગ
ચાહું તારો સાથ હરપલ ચાહુ હું સંગાથ,
તું ના છોડતો મારો હાથ
જીવના પથથી છું અજાણ, છું હું તો નાદાન
પણ ના થાતો તું નારાજ,
કરું વિનંતી મહારાજ, ભૂલ થઈ હોય તો કરજો માફ,
ના છોડજો મારો સાથ
છે રસ્તા ચારે કોર, પણ છું હું તો કમજોર
છું મારા દુઃખથી મજબૂર, આવે હૈયા ઘણા પૂર
ના ડૂબું એમાં મઝધાર, મને કિનારે લગાડ,
મને ઊંઘમાંથી જગાડ.
ભલે ખોઊં હું તો મારું ભાન, ભૂલું હું તો મારું શાન