View Hymn (Bhajan)
Hymn No. 217 | Date: 13-Jul-19931993-07-131993-07-13ચાલતું ના હતું જેના વગર એક પળ રે, એજ કહી રહ્યા છેSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=chalatum-na-hatum-jena-vagara-eka-pala-re-eja-kahi-rahya-chheચાલતું ના હતું જેના વગર એક પળ રે, એજ કહી રહ્યા છે
આજે ના કરો વિલંબ એક ક્ષણ રે, કાઢો કાઢો જલદી કાઢો,
વીતી ના જાય સાંજ રે, જોજો પડી ના જાય સાંજ રે
થઈ રહ્યું છે આજ એ તો જેની સાથ રે, થાશે એજ કાલે તારી સાથે છે
સહુ કોઈ સગા તારા પ્રાણના, નથી કોઈ તારા તનનું,
ઊડી ગયું જ્યાં પ્રાણ પંખેરું, વિખરાઈ ગયું જ્યાં માળો,
નહીં આવે ત્યાં કોઈ પાસ રે,
કોઈ ડરશે તારાથી, તો કોઈ, ગભરાઈ જાશે દૂર
બાંધી બંધન મૂકી કાંધે, જલાવી દેશે તારા પોતાના તને,
નામ જેણે આપ્યાતા તે અરે નામો નિશાન એ તો તારું મિટાવી દેશે,
તારા તનની હોળી તો જલાવી દેશે
ચાલતું ના હતું જેના વગર એક પળ રે, એજ કહી રહ્યા છે