View Hymn (Bhajan)
Hymn No. 3255 | Date: 17-Feb-19991999-02-171999-02-17ભાવોની વાત કહ્યા છતાં, પણ ના સમજાય છેSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=bhavoni-vata-kahya-chhatam-pana-na-samajaya-chheભાવોની વાત કહ્યા છતાં, પણ ના સમજાય છે,
ભાવથી જ ભાવના ઉત્તર અપાય છે,
ઝીલવાવાળા ઝીલે છે એને, એ તો એમાં ખોવાઈ જાય છે,
આજ પણ એ ભાવોના વૃદાવનમાં, કૃષ્ણના નિત્ય રાસ રચાય છે,
આજ પણ એની બાંસૂરીના, મીઠા સૂર સંભળાય છે,
ઉતરે જે ઊંડે ભાવોની સૃષ્ટિમાં, એને ભાષા ભાવની સમજાય છે,
ભાવથી તો થયું છે નિર્માણ આપણું, જીવનમાં કેમ એ ભુલાય છે,
ભાવનાઓની સરિતામાં આખું જગ, નહાતું ને નહાતું જાય છે,
કરે કોઈ સ્વીકાર કે ના કરે, ભાવ વિના, ના કોઈનાથી જીવાય છે,
હરએક દિલ છે ભાવોનો પ્યાસો, નવા ભાવોને જન્મ એ આપતો જાય છે
ભાવોની વાત કહ્યા છતાં, પણ ના સમજાય છે