View Hymn (Bhajan)
Hymn No. 3256 | Date: 19-Feb-19991999-02-191999-02-19સમર્પણ વિના જીવનમાં એક્તા સંભવતી નથીSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=samarpana-vina-jivanamam-ekta-sambhavati-nathiસમર્પણ વિના જીવનમાં એક્તા સંભવતી નથી,
એક્તા વિના જીવનમાં સમર્પણ શક્ય નથી,
અરસપરસના ભાવ છે એવા, જેને મળ્યા વિના પૂર્તિ થતી નથી,
અર્પણ તર્પણ કરીએ જીવનમાં ઘણું, પણ વાત એનાથી બનતી નથી,
સમર્પણ વિના પ્રીતની પરાકાષ્ઠા પમાતી નથી,
સમર્પણ કરીએ જ્યાં પ્રભુને, બધી ત્યાં મુક્તિ દૂર રહેતી નથી,
અનંત યાત્રાનો અંત, સમર્પણ વિના શક્ય નથી,
સમર્પણ વિના ના પામીએ, કાંઈ યાત્રા આ અટકતી નથી,
નવા નવા આકારો ને વિકારો, છૂટકારો એમાંથી મળતો નથી,
સમર્પણ વિના જીવનમાં, અસ્તિત્વની પહેચાન મટતી નથી.
સમર્પણ વિના જીવનમાં એક્તા સંભવતી નથી