View Hymn (Bhajan)
Hymn No. 3254 | Date: 17-Feb-19991999-02-171999-02-17સંખ્યા બનાવવી સહેલી છે, સંખ્યા બનાવતા વાર લાગશેSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=sankhya-banavavi-saheli-chhe-sankhya-banavata-vara-lagasheસંખ્યા બનાવવી સહેલી છે, સંખ્યા બનાવતા વાર લાગશે,
સાચો મેળ મળે તો, સંપૂર્ણતા અનુભવાય છે,
ઘણું મળે તો પણ અધૂપ અનુભવાય છે,
હશે ખામી એક આંકડાની, તો મેળ એના ના મળશે,
જોતા હશે જે જવાબ એ નહીં આવે, અન્ય જવાબ આપશે,
કહેવું એ મુશ્કેલ નથી કે, આવું કેમ થાશે ને નહીં થાશે,
મળશે મેળ સાચા તો, મંડાણ સાચા મંડાશે,
મળશે જ્યાં મેળ આંકડાના ત્યાં હળવાશનો અનુભવ થાશે,
નહીં મળે જો મેળ તો, મન ભારે એમાં બની જાશે,
કે આખર પૂર્ણ સંખ્યાને, પૂર્ણમાંથી બાદ કર્યા પછી શું રહેશે.
સંખ્યા બનાવવી સહેલી છે, સંખ્યા બનાવતા વાર લાગશે