View Hymn (Bhajan)
Hymn No. 212 | Date: 16-Jun-19931993-06-161993-06-16ભીંજાઈ ગઈ, ભીંજાઈ ગઈ પ્રેમ ભર્યા વરસાદથી તારા, રે પ્રભુ, હું તો ભીંજાઈ ગઈSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=bhinjai-gai-bhinjai-gai-prema-bharya-varasadathi-tara-re-prabhu-hum-toભીંજાઈ ગઈ, ભીંજાઈ ગઈ પ્રેમ ભર્યા વરસાદથી તારા, રે પ્રભુ, હું તો ભીંજાઈ ગઈ
પળ પહેલા કોરી હું તો, પળમાં ભીંજાઈ ગઈ, હું તો ભીંજાઈ …..
સરક્તું મારું મન, ના સરકી શક્યું એ પણ ભીંજાઈ ગયું, હું તો ભીંજાઈ …..
દર્દ જાગી ગયું દિલમાં, દિલ મારું તો જ્યાં ભીંજાઈ ગયું …..
નહોતી ભીંજાઈ ક્યારેય તારા પ્રેમના વરસાદમાં
પણ આજ તો ભીંજાઈ ગઈ
ક્ષણની અનમોલતા હું તો જીતી ગઈ, પ્રભુ તારા પ્રેમ …..
પ્રેમથી તારા ઘેલી બની નાચી ઊઠી હું તો આજ રે …..
અખંડ આનંદની તો જાણ થઈ મને તો આજ રે,
વરસાવે છે પ્રેમભર્યો વરસાદ, તું તો સદાય રે
ના ભુલાવતો મને એમાં ભીંજાવાનું
ભીંજાવતો રહેજે મને સદાય રે, તારા પ્રેમભર્યા વરસાદમાં
ભીંજાઈ ગઈ, ભીંજાઈ ગઈ પ્રેમ ભર્યા વરસાદથી તારા, રે પ્રભુ, હું તો ભીંજાઈ ગઈ