View Hymn (Bhajan)
Hymn No. 211 | Date: 14-Jun-19931993-06-141993-06-14મૂક્યું છે મટકીમાં માખણ આજે મેં તો, મૂક્યું છે મટકીમાં માખણSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=mukyum-chhe-matakimam-makhana-aje-mem-to-mukyum-chhe-matakimam-makhanaમૂક્યું છે મટકીમાં માખણ આજે મેં તો, મૂક્યું છે મટકીમાં માખણ
મૂક્યું છે એ તો તારી કાજે ઓ કાનૂડા, મૂક્યું છે …..
રાહ જોઉં છું હું તારી તો આજે, ઓ કાનૂડા, મૂક્યું છે …..
ચોરીછૂપીથી તું ના ખાજે ઓ કાનૂડા, મૂક્યું છે …..
ખવડાવીશ તને મારા હાથે ઓ કાનૂડા, મૂક્યું છે …..
ખાવા માખણ વેલો તું આવજે ઓ કાનૂડા, મૂક્યું છે …..
તારી બંસરી તું સાથે લાવજે ઓ કાનૂડા, મૂક્યું છે …..
સંગ સાથીઓના તું આવજે ઓ કાનૂડા, મૂક્યું છે …..
તને ખાવું હોય એટલું તું ખાજે ઓ કાનૂડા, મૂક્યું છે …..
ભલે મટકીને તો તું ફોડજે ઓ કાનૂડા, મૂક્યું છે …..
નટખટ અદાઓથી તો તું સહુને રિઝવજે ઓ કાનૂડા, મૂક્યું …..
મૂક્યું છે મટકીમાં માખણ આજે મેં તો, મૂક્યું છે મટકીમાં માખણ