View Hymn (Bhajan)
Hymn No. 4459 | Date: 06-Feb-20152015-02-062015-02-06ભૂલતી જા, ભૂલતી જા, તું બધું ભૂલતી જાSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=bhulati-ja-bhulati-ja-tum-badhum-bhulati-jaભૂલતી જા, ભૂલતી જા, તું બધું ભૂલતી જા
કર યાદ મને એવું ને એવી રીતે રે દિલથી,
યાદમાં મારી તું ખોવાતી જા, બાકી બધું તું ભૂલતી જા
હાસ્યનાં મીઠાં ફૂલડાં વેરીને, મારા પ્યારને છલકાવતી જા,
વધે અસ્થિરતા જેનાથી, એવા વ્યવહારને તું છોડતી જા,
બધી ખેંચતાણ તું ભૂલતી જા, મને યાદ તું કરતી જા,
સ્વાર્થના સગપણથી હવે દૂર તું થાતી જા, મને યાદ...
સમજીને આ વાતને તું, આગળ ને આગળ વધતી જા,
પ્રીતની સુગંધ તું ફેલાવતી જા, પ્યારના તારે બંધાતી જા,
તારા વિચારોમાં પ્રીતનાં ફૂલડાંને તું પરોવતી જા,
અન્ય વિચારોમાંથી મુક્ત હવે તું થાતી જા, મને યાદ કર ...
ભૂલતી જા, ભૂલતી જા, તું બધું ભૂલતી જા