View Hymn (Bhajan)
Hymn No. 4458 | Date: 29-Jan-20152015-01-292015-01-29ધન્ય ધન્ય ધન્ય જીવનમાં, અનમોલ ગુરુ મબ્યા છેSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=dhanya-dhanya-dhanya-jivanamam-anamola-guru-mabya-chheધન્ય ધન્ય ધન્ય જીવનમાં, અનમોલ ગુરુ મબ્યા છે
જીવનની વેણીમાં મારી જેમણે, સુંદર ફૂલ સજાવ્યાં છે
પથ પ્રશસ્ત કરવા માર્ગમાં, જ્ઞાનના દીપક પ્રગટાવ્યા છે
લોભ-લાલચનાં બંધનોથી જેમણે, મને અવગત કરાવ્યો છે
એ બંધન તોડવા કાજે, પોતાનાં પ્રેમ અમીરસ પાયાં છે
અહંકારના અંગારાને, રાખમાં પરિવર્તિત કરતા રહ્યા છે
મારા જીવનની જવાબદારી છે મારી ને મારી, એ સમજાવતા રહ્યા છે
મસ્તી ને આનંદના અલંકારથી, જીવન સુસજ્જિત કરતા રહ્યા છે
મારા દંભ ને આડંબરોનું નિત્ય, વસ્ત્રહરણ એ કરી રહ્યા છે
દિવ્ય પ્રેમની શીતળ જ્યોતથી, અંતરના અંતર કાપી રહ્યા છે
ચંચળતાની હસ્તી મિટાવીને, દૃઢતા જીવનમાં લાવી રહ્યા છે
ધન્ય ધન્ય ધન્ય જીવનમાં, અનમોલ ગુરુ મબ્યા છે