View Hymn (Bhajan)
Hymn No. 4460 | Date: 06-Feb-20152015-02-062015-02-06નથી કોઈ તારું, નથી કોઈ મારું, છોડીને હવે તમે તારા-મારાની જંજાળSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=nathi-koi-tarum-nathi-koi-marum-chhodine-have-tame-taramarani-janjalaનથી કોઈ તારું, નથી કોઈ મારું, છોડીને હવે તમે તારા-મારાની જંજાળ
ઊતરીને અંતરમાં ઊંડા હવે ખોલોને, તમે તમારા અંતરનાં રે દ્વાર
રાહ જોઈ ઊભા છીએ અમે ક્યારથી, આવવાને તો તમારી પાસ
કહી છે આ વાત પહેલાં પણ તમને, પાછું ધ્યાન દોરાવીએ તમારું આજ
સમય સરકી રહ્યો છે હાથમાંથી, હવે જોવડાવો ના વધારે વાર
જોયા વ્યવહાર લોકોના તમે, જોયા માયાના ખેલ એમાં ભૂલ્યા કેમ તમારો ખેલ
રાગદ્વેષમાંથી નીકળો બહાર હવે તમે, ના લગાડો હવે તમે વધારે વાર
આકારો ને વિકારોમાં ખોવાનું છોડીને, કરી તમે મને દિલથી રે યાદ
ઊતરતા અંતરમાં રે ઊંડા, ખૂલતાં જાશે વિશાળતા ને વ્યાપક્તાનાં દ્વાર
ભૂલી જાશો રે તમે એમાં નિજભાન, રહેશે ત્યાં અસ્તિત્વ અમારું, રહેશે ના બીજું કાંઈ
ખતમ થઈ જાશે રે બધા માયાના ખેલ, થઈ જાશે ત્યાં આપણું મિલન
વાલા મારા લગાડો ના હવે વધારે દેર, કે ખોલોને અંતરનાં દ્વાર
નથી કોઈ તારું, નથી કોઈ મારું, છોડીને હવે તમે તારા-મારાની જંજાળ