View Hymn (Bhajan)
Hymn No. 1296 | Date: 01-Jul-19951995-07-011995-07-01ખેલૈયો મારો ખેલતો ને ખેલતો રે જાય(2)Sant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=khelaiyo-maro-khelato-ne-khelato-re-jayaખેલૈયો મારો ખેલતો ને ખેલતો રે જાય(2)
ખેલે ખેલ એતો નિત્ય નવા ને નવા ખેલૈયો …
ખેલમાં એના, મને નચાવતો ને નચાવતો રે જાય, ખેલૈયો …
ખેલ ખેલે એ તો અવળા કે, મને એમાં ફસાવતો ને ફસાવતો રે જાય
નિકળવા ચાહું જેમ બહાર, હું તેમ ઊંડે ધકેલાતો રે જાઉં ખેલૈયો
ક્યારેક લડવૈયો બની તો ક્યારેક ડરપોક બની, હાલબેહાલ મારા કરતો રે જાય
કરે એવા ખેલ, જેનો ભોગ મને એ તો બનાવતો રે જાય
માયાના ખેલમાં લપટાયેલો, ખેલ પ્રભુના એ તો ભૂલી રે જાય
ભટકાવીને મને માયામાં, પ્રભુથી દૂર એ તો કરતો રે જાય
જોઈએ સાથ એનો હર પળે ને હર ક્ષણે, એના સાથ વગર કાંઈ ના થાય
મળે જ્યાં સાથ એનો તો પ્રભ ,પળ એકમાં રીઝવી રે જાય ખેલૈયો
ખેલૈયો મારો ખેલતો ને ખેલતો રે જાય(2)