View Hymn (Bhajan)
Hymn No. 1319 | Date: 21-Jul-19951995-07-211995-07-21છે તારો પ્યાર એટલો વિશાળ રે પ્રભુSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=chhe-taro-pyara-etalo-vishala-re-prabhuછે તારો પ્યાર એટલો વિશાળ રે પ્રભુ
એમાં તું કદી કરે નહીં રે સજા, કરે અગર સજા તો મજા આવી રે જાય
કરે સજા એવી રે તું અમને, જેમાં મજા આવી રે જાય
રીત તારી આ પ્રભુ, પ્રેમ તારો આ પ્રભુ, મને ના રે સમજાય
સજાએ તારી, જામ તારા પ્યારના, પીવડાવી રે જાય
કરીને ગુનાહ માફ હરવક્ત, સુધરવાના મોકા તું આપતો રે જાય
આપેલા એ મોકામાં, તું અમને સુધારતો રે જાય છે …
પથ્થરને પણ હીરામાં પરિવર્તિત કરતો રે જાય
વિશાળતા તારા એ પ્રેમની, તોય ના રે સમજાય
છે તારો પ્યાર એટલો વિશાળ રે પ્રભુ