View Hymn (Bhajan)
Hymn No. 83 | Date: 02-Sep-19921992-09-021992-09-02બિંદુમાંથી બની ધાર તું વરસતો રહ્યો છેSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=bindumanthi-bani-dhara-tum-varasato-rahyo-chheબિંદુમાંથી બની ધાર તું વરસતો રહ્યો છે,
કષ્ટ સહન કરીને પણ તું હસતો રહ્યો,
પોતાના દુઃખને છુપાવી, બીજાના દુઃખે દુઃખી તો તું થાતો રહ્યો
કરીને સતત સેવા ને સેવા, મેવા બસ તું એ ખાતો રહ્યો,
જીવનને જીતી ગયો પ્રભુ તું બની ગયો મહાન,
ઇન્દ્રિય પર જીત મેળવી બની ગયો જિતેન્દ્રિય,
દેવો પર વિજય મેળવી પ્રભુ તું બની ગયો દેવેન્દ્ર
બિંદુમાંથી બની ધાર તું વરસતો રહ્યો છે