View Hymn (Bhajan)
Hymn No. 82 | Date: 02-Sep-19921992-09-021992-09-02પ્રભુ કાનમાં કહું હું તને એક વાતSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=prabhu-kanamam-kahum-hum-tane-eka-vataપ્રભુ કાનમાં કહું હું તને એક વાત,
ના તું કોઈને કહેતો રે,
છું હું તારી ને તારી, ના તું કહેતો કોઈને,
રાખજે તું મને હંમેશ તારી પાસ,
ભૂલીશ નહીં તને ક્યારેય મારા શ્વાસમાં,
ભૂલતો નહીં તું તારી કૃપા વરસાવવાનું,
છું હું તારા ચરણોની દાસી,
આપજે મને તારા ચરણોમાં સ્થાન રે
પણ વસજે તું મારા હૈયામાં,
છે પ્રભુ તારું તો ત્યાં સ્થાન રે
પ્રભુ કાનમાં કહું હું તને એક વાત