View Hymn (Bhajan)
Hymn No. 1649 | Date: 01-Aug-19961996-08-011996-08-01ચાલે છે આ જગમાં તો મરજી પ્રભુની, પ્રભુની મરજી વગર કાંઈ ના થાય છેSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=chale-chhe-a-jagamam-to-maraji-prabhuni-prabhuni-maraji-vagara-kami-naચાલે છે આ જગમાં તો મરજી પ્રભુની, પ્રભુની મરજી વગર કાંઈ ના થાય છે
ડરે છે શાને તું જીવનમાં, તું ઉદાસ શાને થાય છે, મરજી પ્રભુની તો જ્યાં ચાલે છે
બદલે કોઈ પોતાના કાયદા-કાનૂન, ના એણે પોતાના કાયદા-કાનૂન બદલ્યા છે
ન્યાયપ્રિય છે એ તો સદા, અન્યાય કોઈના પર એણે થાવા દીધો છે
કરે કોઈ પડદા પાછળ કે કરે કોઈ જગજાહેર, એનાથી ના કાંઈ છૂપું છે
ના છોડ તું તારું કર્તવ્ય ને તારી ફરજ, પ્રભુની અદાલતમાં તને ન્યાય મળવાનો છે
બેકદરાઓ આગળ રાખીશ કદરની આશા, તો નિરાશાથી ના તું બચવાનો છે
છોડી દે બધું પ્રભુ પર, કે હજી પ્રભુની મરજી વગર, ક્યાંય કાંઈ ના થાય છે
લાખ કોઈ ટોકે, લાખ કોઈ રોકે, એની મરજી આગળ રોકટોક ના ચાલે છે
કરે છે હરકોઈ કોશિશ પોતાની ચલાવવાની, પણ આખરે તો એ એકની જ ચાલે છે
છોડી દે બધાની પરવા, પરવા તને બસ એક પ્રભુની જ કરવાની છે
મળશે તને જરૂર તારા પુરુષાર્થનું ફળ, ના રોકે કોઈના એ રોકાવાનું છે
ચાલે છે આ જગમાં તો મરજી પ્રભુની, પ્રભુની મરજી વગર કાંઈ ના થાય છે