View Hymn (Bhajan)

Hymn No. 4752 | Date: 22-Oct-20182018-10-22ચાલો આજે આપણે સહુ ભેગા મળી, કાકા (ગુરુ)ને યાદ કરીએhttps://mydivinelove.org/bhajan/default.aspx?title=chalo-aje-apane-sahu-bhega-mali-kaka-gurune-yada-karieચાલો આજે આપણે સહુ ભેગા મળી, કાકા (ગુરુ)ને યાદ કરીએ,

ભૂલીને બાહ્ય દેખાવને, અંતરના તટ પર ઊંડે જઈએ

તોડી સઘળી જંજીરો, ઝંઝીરો ભેટવા એમને જઈએ, ચાલો,

ચાલો આપણે આજે, કાકા(ગુરુ)ને યાદ કરીએ

મંદ મંદ મુશ્કુરાતા, એમના ચહેરાના દીદાર કરીએ,

મુલાકાતે મુલાકાતે એમની, હળવા ફૂલ જેવા બનીએ

બની ફૂલ ફોરમ એમની, દૂર દૂર સુધી ફેલાવીએ,

ક્યાંય ગયા નથી, એ રહે છે, હરએકના અંતરમાં સદાય

સત્ય આ વાત છે, એને સમજવાની કોશિશ કરીએ,

ભૂલીને હું તું, ભૂલીને તારું મારું, બસ એમને જ યાદ કરીએ

દંભ-આડંબરથી નહીં, હૃદયના સત્યથી એમને મળીએ,

કાકા(ગુરુ), એ કોઈ કલ્પના નથી, એ હકીકતને ક્યારે ના ભૂલીએ

સ્વાર્થના-મૂર્ખતાના વ્યવહાર ભૂલી, પાસે એમની જઈએ,

ચાલો આપણે કાકા(ગુરુ)ને યાદ કરીએ

લેશમાત્ર પણ અહં ચિત્ત ના ધરીએ, પ્રેમથી એમની પાસે જઈએ,

પ્રેમ પાનારા ને પ્રેમ પીનારા ની, પ્રેમથી પાસે આપણે જઈએ

દીદારે દર્શન દૂર નથી, દીદારે દર્શન મુશ્કેલ નથી, વાત આ ચિત્ત ધરીએ,

ખોવાયા છીએ આપણે ક્યાં, જરા સ્વયંને ટટોલીએ,

ચાલો આપણે કાકા(ગુરુ)ને યાદ કરીએ

રમતા હતા ક્યારેક એમની આસપાસ, મુક્ત હાસ્ય વેરતા હતા,

ધીરે ધીરે અંતરના દરવાજા ખોલીએ, ચાલો આપણે કાકા(ગુરુ)ને

એમના કાનની ઘંટડી વગાડીએ, એમના ખોળલે બેસી જઈએ,

ચાલો આપણે આજ, કાકા(ગુરુ)ને યાદ કરીએ

ભરીને ઉમંગ, ભરીને નવા તરંગ, હાસ્ય વેરતા આનંદે,

નહાતા રમતા રમતા આજ એમને પોકારીએ

જીવન છે એ, પ્રાણ છે એ, મહાપ્રાણ છે એ,

આ સત્યને ના વીસરીએ

આપીને ખુદના આકારને મહત્વ, અસ્તિત્વ એનું ના વીસરીયે,

ઇચ્છાપૂર્તિનું સાધન ના સમજીએ, પ્રેમથી એમને પોકારીએ

પ્રેમે પ્રેમે એમના પ્રેમમાં, પાગલ આપણે બનીએ,

ચાલો આપણે આજે, કાકા(ગુરુ)ને યાદ કરીએ

અંતરમાં સોહમનો નાદ ભરીએ, અંતરના એ અંતરને આજે મિટાવીએ,

ચાલો આપણે કાકા(ગુરુ)ને યાદ કરીએ

આપ્યું છે એમણે બધું, આપી રહ્યા છે બધું,

સત્ય વાત ના વીસરીએ

હું બેઠો છુંને શબ્દ એમના યાદ કરીને, વિશ્વાસના શ્વાસ ભરીએ,

ચાલો આપણે કાકા(ગુરુ)ને યાદ કરીએ

યાદ કરતાં કરતાં, એમના નિજ સ્વરૂપને પ્રાપ્ત કરીએ,

ચાલો આપણએ કાકા(ગુરુ)ને યાદ કરીએ

દિવ્ય એમની મહેફિલની મહેકથી, જીવન આપણું ભરીએ,

ચાલો આપણે કાકા(ગુરુ)ને યાદ કરીએ

ભૂત-ભવિષ્યને ભૂલીને, બસ સંગ એમની સદા રમીએ,

ચાલો આપણે કાકા(ગુરુ)ને યાદ કરીએ

ભૂલીને બધું વિશ્વાસનો, એ ઊંડો શ્વાસ આપણે ભરીએ,

ચાલો આપણે કાકા(ગુરુ)ને યાદ કરીએ

સમય વહી રહ્યો છે, સમય વહી જાશે, કાળાતીતને મળી કાળનો નાશ કરીએ,

કોઈ ઘટના દુર્ઘટનામાં ના અટવાતા રહીએ,

ચાલો આપણે કાકા(ગુરુ)ને યાદ કરીએ

નામસ્મરણ કરી કરી, એમનામાં એક થઈએ,

ચાલો આપણે કાકા(ગુરુ)ને યાદ કરીએ

ચાલો આજે આપણે સહુ ભેગા મળી, કાકા (ગુરુ)ને યાદ કરીએ

View Original
Increase Font Decrease Font

ચાલો આજે આપણે સહુ ભેગા મળી, કાકા (ગુરુ)ને યાદ કરીએ,

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

cālō ājē āpaṇē sahu bhēgā malī, kākā (guru)nē yāda karīē,

bhūlīnē bāhya dēkhāvanē, aṁtaranā taṭa para ūṁḍē jaīē

tōḍī saghalī jaṁjīrō, jhaṁjhīrō bhēṭavā ēmanē jaīē, cālō,

cālō āpaṇē ājē, kākā(guru)nē yāda karīē

maṁda maṁda muśkurātā, ēmanā cahērānā dīdāra karīē,

mulākātē mulākātē ēmanī, halavā phūla jēvā banīē

banī phūla phōrama ēmanī, dūra dūra sudhī phēlāvīē,

kyāṁya gayā nathī, ē rahē chē, haraēkanā aṁtaramāṁ sadāya

satya ā vāta chē, ēnē samajavānī kōśiśa karīē,

bhūlīnē huṁ tuṁ, bhūlīnē tāruṁ māruṁ, basa ēmanē ja yāda karīē

daṁbha-āḍaṁbarathī nahīṁ, hr̥dayanā satyathī ēmanē malīē,

kākā(guru), ē kōī kalpanā nathī, ē hakīkatanē kyārē nā bhūlīē

svārthanā-mūrkhatānā vyavahāra bhūlī, pāsē ēmanī jaīē,

cālō āpaṇē kākā(guru)nē yāda karīē

lēśamātra paṇa ahaṁ citta nā dharīē, prēmathī ēmanī pāsē jaīē,

prēma pānārā nē prēma pīnārā nī, prēmathī pāsē āpaṇē jaīē

dīdārē darśana dūra nathī, dīdārē darśana muśkēla nathī, vāta ā citta dharīē,

khōvāyā chīē āpaṇē kyāṁ, jarā svayaṁnē ṭaṭōlīē,

cālō āpaṇē kākā(guru)nē yāda karīē

ramatā hatā kyārēka ēmanī āsapāsa, mukta hāsya vēratā hatā,

dhīrē dhīrē aṁtaranā daravājā khōlīē, cālō āpaṇē kākā(guru)nē

ēmanā kānanī ghaṁṭaḍī vagāḍīē, ēmanā khōlalē bēsī jaīē,

cālō āpaṇē āja, kākā(guru)nē yāda karīē

bharīnē umaṁga, bharīnē navā taraṁga, hāsya vēratā ānaṁdē,

nahātā ramatā ramatā āja ēmanē pōkārīē

jīvana chē ē, prāṇa chē ē, mahāprāṇa chē ē,

ā satyanē nā vīsarīē

āpīnē khudanā ākāranē mahatva, astitva ēnuṁ nā vīsarīyē,

icchāpūrtinuṁ sādhana nā samajīē, prēmathī ēmanē pōkārīē

prēmē prēmē ēmanā prēmamāṁ, pāgala āpaṇē banīē,

cālō āpaṇē ājē, kākā(guru)nē yāda karīē

aṁtaramāṁ sōhamanō nāda bharīē, aṁtaranā ē aṁtaranē ājē miṭāvīē,

cālō āpaṇē kākā(guru)nē yāda karīē

āpyuṁ chē ēmaṇē badhuṁ, āpī rahyā chē badhuṁ,

satya vāta nā vīsarīē

huṁ bēṭhō chuṁnē śabda ēmanā yāda karīnē, viśvāsanā śvāsa bharīē,

cālō āpaṇē kākā(guru)nē yāda karīē

yāda karatāṁ karatāṁ, ēmanā nija svarūpanē prāpta karīē,

cālō āpaṇaē kākā(guru)nē yāda karīē

divya ēmanī mahēphilanī mahēkathī, jīvana āpaṇuṁ bharīē,

cālō āpaṇē kākā(guru)nē yāda karīē

bhūta-bhaviṣyanē bhūlīnē, basa saṁga ēmanī sadā ramīē,

cālō āpaṇē kākā(guru)nē yāda karīē

bhūlīnē badhuṁ viśvāsanō, ē ūṁḍō śvāsa āpaṇē bharīē,

cālō āpaṇē kākā(guru)nē yāda karīē

samaya vahī rahyō chē, samaya vahī jāśē, kālātītanē malī kālanō nāśa karīē,

kōī ghaṭanā durghaṭanāmāṁ nā aṭavātā rahīē,

cālō āpaṇē kākā(guru)nē yāda karīē

nāmasmaraṇa karī karī, ēmanāmāṁ ēka thaīē,

cālō āpaṇē kākā(guru)nē yāda karīē