View Hymn (Bhajan)
Hymn No. 4751 | Date: 12-Sep-20182018-09-122018-09-12વાતે વાતે દમ તોડતો આ માનવી, વિશ્વાસની વાત કરે છેSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=vate-vate-dama-todato-a-manavi-vishvasani-vata-kare-chheવાતે વાતે દમ તોડતો આ માનવી, વિશ્વાસની વાત કરે છે
ચલાવી નથી શક્તો ખુદને, જગતને નચાવવાની વાત કરે છે
શૂરવીર ને રણવીર રહ્યો સમજતો ખુદને, પોતાનાથી પોતે હારે છે
વીરતાની કરે વાતો મોટી મોટી, દર્દની આગળ તો દમ તોડે છે
ખોટી જીદને નેક ઇરાદાઓ સમજતો આ માનવી, આખર ભટકતો રહે છે
અહંમાં રાચતો ને ખોટા અંદાજો લગાડતો આ માનવી, ફોગટ ફેરા ફરે છે
સત્યથી પર રહીને ભ્રમણામાં, સદા ભટકતો ને ભટકતો રહ્યો છે
વર્ચસ્વ સ્થાપવાની ને વધારવાની ભાવનામાં એ રહ્યો છે
ભૂલીને નિજ સ્વરૂપ આખર શું ચાહે છે, મંઝિલ વિનાની રાહે એ ચાલે છે
આવ્યો છે આ જગમાં શા કાજે આખર, એ ભૂલે છે, તંતનો અંત ના એ કરે છે
વાતે વાતે દમ તોડતો આ માનવી, વિશ્વાસની વાત કરે છે