View Hymn (Bhajan)
Hymn No. 4753 | Date: 04-Nov-20182018-11-042018-11-04વાહ વાહ ખાલી ના જાય, પ્રભુ વાહ વાહ ખાલી ના જાયSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=vaha-vaha-khali-na-jaya-prabhu-vaha-vaha-khali-na-jayaવાહ વાહ ખાલી ના જાય, પ્રભુ વાહ વાહ ખાલી ના જાય
શાંત અને ગંભીર રહેતા ચહેરા પર, ચમક આવી રે જાય
અસ્તિત્વની એ યાદ અપાવી રે જાય, વાહ વાહ ખાલી ના જાય
સૂતેલા અહંકારને જગાવી રે જાય, કર્તાપણાનો ભાવ ભરી રે જાય
અહંના અંધકારમાં એ ધકેલી રે જાય વાહ વાહ ખાલી ના જાય
પ્રશંસક હોય જેવો, લાભ હોય એનો રે જેવો
પ્રશંસા એવી એ કરતો રે જાય, પણ વાહ વાહ ખાલી ના જાય
ક્યારેક સ્ફૂર્તિ ભરી રે જાય, ક્યારેક શક્તિમાં વધારો કરી રે જાય
ભુલાવીને મનના ખોટા વિચારોના બાંધને, કાર્ય એ કરાવી રે જાય
શાંત અને સુષ્ક ચહેરા પર, હાસ્ય અહંનું પાથરી રે જાય
વ્યવહારની વાહ વાહમાં, મનુષ્ય ભાન ભૂલી રે જાય
પણ કરે કોઈ સાચા દિલથી પ્રશંસા પ્રભુની તો
પ્રભુ પણ રાજી રાજી થઈ જાય, વાહ વાહ એની ખાલી ના જાય
પ્રસન્ન થાય જો પ્રભુ તો બધું આપી રે જાય, વાહ વાહ ખાલી ના જાય
વાહ વાહ ખાલી ના જાય, પ્રભુ વાહ વાહ ખાલી ના જાય