View Hymn (Bhajan)

Hymn No. 1832 | Date: 20-Oct-19961996-10-20ચાર દિવસની આ જિંદગીને, લડાઈ-ઝઘડા ને વેરઝેરમાં વિતાવે છે શાનેhttps://mydivinelove.org/bhajan/default.aspx?title=chara-divasani-a-jindagine-ladaijaghada-ne-verajeramam-vitave-chhe-shaneચાર દિવસની આ જિંદગીને, લડાઈ-ઝઘડા ને વેરઝેરમાં વિતાવે છે શાને

મળી છે આ જિંદગી મહામહેનતે, એ તું ભૂલે છે શાને

મારા-તારાના ભાવો જગાવી હૈયે, તું ખુદને બરબાદ કરે છે શાને

અહીંનું બધું અહીં પડ્યું રહેશે જાણીને આ વાત, તું ખોટી માથાઝીક કરે છે શાને

ધન-દોલતના નશામાં ડૂબીને, ખુદને બેઘર તું કરે છે શાને

ખબર નથી જ્યાં એક પળની, ત્યાં ઉમ્મીદોની મોટી દીવારો બાંધે છે શાને

ખ્યાલોમાં ને ખ્યાલોમાં રહીને, કરવાનું છે જે એ તું ચૂકે છે શાને

સીધી રાહ પર ચાલવાને બદલે, અવળી રાહે દોડે છે શાને

અમર થવાને બદલે મરી મરીને, જીવવાનું પસંદ કરે છે તું શાને

ચાહે છે તું સુખ-સાહ્યબી સાચી, તો હરિ સિવાય બીજે મન લગાડે છે તું શાને

ચાર દિવસની આ જિંદગીને, લડાઈ-ઝઘડા ને વેરઝેરમાં વિતાવે છે શાને

View Original
Increase Font Decrease Font

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

cāra divasanī ā jiṁdagīnē, laḍāī-jhaghaḍā nē vērajhēramāṁ vitāvē chē śānē

malī chē ā jiṁdagī mahāmahēnatē, ē tuṁ bhūlē chē śānē

mārā-tārānā bhāvō jagāvī haiyē, tuṁ khudanē barabāda karē chē śānē

ahīṁnuṁ badhuṁ ahīṁ paḍyuṁ rahēśē jāṇīnē ā vāta, tuṁ khōṭī māthājhīka karē chē śānē

dhana-dōlatanā naśāmāṁ ḍūbīnē, khudanē bēghara tuṁ karē chē śānē

khabara nathī jyāṁ ēka palanī, tyāṁ ummīdōnī mōṭī dīvārō bāṁdhē chē śānē

khyālōmāṁ nē khyālōmāṁ rahīnē, karavānuṁ chē jē ē tuṁ cūkē chē śānē

sīdhī rāha para cālavānē badalē, avalī rāhē dōḍē chē śānē

amara thavānē badalē marī marīnē, jīvavānuṁ pasaṁda karē chē tuṁ śānē

cāhē chē tuṁ sukha-sāhyabī sācī, tō hari sivāya bījē mana lagāḍē chē tuṁ śānē