View Hymn (Bhajan)
Hymn No. 1831 | Date: 20-Oct-19961996-10-201996-10-20મળે છે સાથીદારો ઘણા જીવનમાં, સાચા સમજદારો જીવનમાં કોને મળે છે?Sant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=male-chhe-sathidaro-ghana-jivanamam-sacha-samajadaro-jivanamam-kone-maleમળે છે સાથીદારો ઘણા જીવનમાં, સાચા સમજદારો જીવનમાં કોને મળે છે?
મળે છે જેને સાચા સમજદાર જીવનમાં, દિલ એમનાં તો સતત હળવાં રહે છે.
મતલબ ભરી આ દુનિયામાં, કોને સાચો પ્રેમ ને પ્યાર મળે છે?
મળે છે જીવનમાં જેને સાચો પ્રેમ ને પ્યાર, જીવનમાં એના ના કોઈ કમી રહે છે.
જીવનના ભેદને હરકોઈ ક્યાં ઉકેલી શકે છે, જીવનને કોણ જાણી શકે છે,
જાણે છે ને સમજે છે જે જીવનના ભેદને, જીવનમાં ના એ દુઃખી રહે છે.
ચાહે છે હરકોઈ મળે સાચો દિલબર એને, સાચો દિલબર કોણ શોધી શકે છે,
શોધે છે જે સાચા દિલબરને જીવનમાં, મંઝિલથી ના એ દૂર રહે છે.
છે તલાશ બધાને જીવનમાં મળે એને બધું, ના અધૂરપ કોઈ ચાહે છે,
ના આવે પ્રભુ પાસે તું જ્યાં સુધી, ત્યાં સુધી એનો અંત ના આવે છે.
મળે છે સાથીદારો ઘણા જીવનમાં, સાચા સમજદારો જીવનમાં કોને મળે છે?