View Hymn (Bhajan)
Hymn No. 4764 | Date: 23-Dec-20182018-12-232018-12-23પરમાત્મા, એ અંતર આત્મા, ને અંતર આત્મા એ મુક્ત આત્માSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=paramatma-e-antara-atma-ne-antara-atma-e-mukta-atmaપરમાત્મા, એ અંતર આત્મા, ને અંતર આત્મા એ મુક્ત આત્મા,
મુક્ત આત્મા, એ જ પરમાત્મા,
માયા સાથે બંધાયો જ્યાં, એ આત્મા બની ગયો જીવાત્મા
તોડ્યા જ્યાં માયાના બાંધ સઘળા, પાછો બની ગયો એ પરમાત્મા
જીવાત્માથી પરમાત્મા, આ જ તો છે જીવનની યાત્રા
જ્યાંથી નીકળ્યા ત્યાં પહોંચ્યા, પૂર્ણ થઈ ત્યારે આ યાત્રા
મટી ગયું સઘળું, બની ગયા જ્યાં પરમાત્મા
પરમાત્મા, એ અંતર આત્મા, ને અંતર આત્મા એ મુક્ત આત્મા