View Hymn (Bhajan)
Hymn No. 240 | Date: 20-Jul-19931993-07-201993-07-20છે આળસ તો જ્યાં સુધી મારા જીવનનું અંગSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=chhe-alasa-to-jyam-sudhi-mara-jivananum-angaછે આળસ તો જ્યાં સુધી મારા જીવનનું અંગ,
તારી સાથે રહેવા છતાં હું રહું નિસંગ.
હૈયામાં તો થાય છે વિકારોનો તો જંગ,
એને કેમ કરીને લાગે તારી ભક્તિનો રંગ.
કૂડકપટ વસ્યા છે શ્વાસોના તો સંગ,
જીવનમાં કરતી ને કરતી જાઉં ખોટા દંભ.
હૈયામાં તો મારા ઊઠે નયા નયા તરંગ,
જીવન જીવવાનો તોય ના બદલે ઢંગ, કેમ કરી લાગે....
નિયમોનો તો કરું જીવનમાં નિત્ય ભંગ,
કેમ કરીને ફળશે મને જીવનમાં સતસંગ.
છે આળસ તો જ્યાં સુધી મારા જીવનનું અંગ