View Hymn (Bhajan)
Hymn No. 239 | Date: 20-Jul-19931993-07-201993-07-20વસાવી ના શકું પ્રભુ તને હું તો હૈયે મારાSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=vasavi-na-shakum-prabhu-tane-hum-to-haiye-maraવસાવી ના શકું પ્રભુ તને હું તો હૈયે મારા,
ના વસાવી શકું તને મારા હૈયે,
ના વસી શકું હું તારા હૈયે પ્રભુ,
ના જાણી શકું હું તને રે જ્યાં,
વસી કેમ શકું ત્યાં તો તારા હૈયામાં?
પ્રેમ, પ્યાર ના હું તો ચાહું રે જ્યાં જીવનમાં મારા
ચાહું જમાવવા તો તારા પર વર્ચસ્વ પ્રભુ,
ભૂલી જાઉં મારા સ્વાર્થને એક પળ, એથી વધારે ભૂલી ના શકું
કહું હું તને તારા વગર રહી ના શકું,
આવે હૈયે જ્યાં દુઃખ દર્દ દિલ કરે પોકાર મારો
તારા વગર એક ક્ષણ હું સહી ના શકું
વસાવી ના શકું પ્રભુ તને હું તો હૈયે મારા