View Hymn (Bhajan)
Hymn No. 241 | Date: 20-Jul-19931993-07-201993-07-20રહે છે જે રસ્તા દિવસના તો લોકોની હલચલથીSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=rahe-chhe-je-rasta-divasana-to-lokoni-halachalathiરહે છે જે રસ્તા દિવસના તો લોકોની હલચલથી,
રાતના અંધકારમાં સૂના એ તો છે.
સૂઈ ગયા છે શું રસ્તા કે લોકો સૂઈ ગયા છે,
લાંબા ને લાંબા તો છે રસ્તા આ જગમાં.
ખબર નહીં હોય જવું છે ક્યાં, તો તું ચાલતો ને ચાલતો રહીશ.
ખૂટશે જીવન તારું તો એમાં, પણ રસ્તો તો નહીં ખૂટે,
ચાલતા ને ચાલતા થાકી તું જઈશ.
ધ્યેય વિના ના તું ક્યાંય પહોંચીશ,
બસ રસ્તા ને રસ્તા માપતો ને માપતો જો રહીશ.
જવું છે જ્યાં તને, વિચાર કરી પહેલા,
એનો રસ્તો તો તું એવો લે, હોય જે સીધો ને સરળ.
પહોંચે જ્યાં તું, તારે જાવું છે ત્યાં,
ખોટા રસ્તા જો લઈશ, તો પણ તું ચાલી ચાલીને થાકી જઈશ, તો તું ચાલતો …..
સમય તારો તો ઘટતો જાશે એ વાતથી,
જો અજાણ તું રહીશ, જીવનમાં ના તું કાંઈ પામી શકીશ.
રહે છે જે રસ્તા દિવસના તો લોકોની હલચલથી