View Hymn (Bhajan)
Hymn No. 196 | Date: 30-May-19931993-05-301993-05-30છે બધા મુખ તો દર્પણ તારા ને તારાSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=chhe-badha-mukha-to-darpana-tara-ne-taraછે બધા મુખ તો દર્પણ તારા ને તારા,
શાને કાજે તું દર્પણ જોવાને જાય, શાને કાજે તું દર્પણ જોવાને જાય,
દેખાશે તને તારું ઉજળું તન, મેલું મન તો નહીં દેખાય,
શાને કાજે તું દર્પણ જોવા જાય,
જોઈ બીજાની મનની મલિનતા, શાને કાજે તું હરખાય
છે એ તો ખામી તારી ને તારી, છે એ વાત તારી ને તારી
રાખ એને તું તારા મનમાં સદાય, શાને કાજે તું …..
છે તું તો એક બિંબ છે તારા પ્રતિબિંબ
તો આ બધા જોઈ એને, મુખડું ના તું મચકાવ, શાને કાજે તું …..
વિશિષ્ટ કાચોમાં તો તું વિચિત્ર દેખાશે
વિચિત્રતાને જોઈ શાને કાજે તું શરમાય .....
છે બધા મુખ તો દર્પણ તારા ને તારા