View Hymn (Bhajan)
Hymn No. 4185 | Date: 20-Jul-20012001-07-202001-07-20છે જાણવાને મનડું પાસે મારી, તોય મન નથી કાંઈ મારા હાથમાંSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=chhe-janavane-manadum-pase-mari-toya-mana-nathi-kami-mara-hathamamછે જાણવાને મનડું પાસે મારી, તોય મન નથી કાંઈ મારા હાથમાં,
જાણી શકું હું તને કેમ વાત વાતમાં .....(2)
દિધું છે દિલ મને તે ભાવભર્યું, અરે ઊછળે છે કંઈક ભાવો જ્યાં મારા હૈયામાં,
કે કરીને જાળવું હું દિલને મારા હું વાત વાતમાં .....
કહેવા બેસું જ્યારે જ્યારે હૈયાની વાત તને, હટતી નથી નજર મારી તારા પરથી, વાત વાતમાં….
ચળાવી દે છે અમારી વાતને નજરથી તું તારી કરે છે તું આ બધું વાત વાતમાં…..
કદી સમજું મને હું સામર્થશાળી, કદી માનું મને હું તકલાદી, સમજાવી દે છે બધું વાત વાતમાં ….
કદી જોવે સામે, કદી જોવે ક્યાંય, સમજાયું ના આ જીવનમાં, કદી સમજાયું ના મને .....
કેવા બેસું તને, કાંઈ શરૂ કરું તને, જ્યાં કાંઈ કહેવા ભુલાવી દે છે તું મને બધું વાતવાતમાં.
છે જાણવાને મનડું પાસે મારી, તોય મન નથી કાંઈ મારા હાથમાં