View Hymn (Bhajan)
Hymn No. 4186 | Date: 20-Jul-20012001-07-202001-07-20પહેરાવવી છે મારા રે વાલા, મારા હૈયાના આંસુઓની માળા, અરે પહેરાવવીSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=paheravavi-chhe-mara-re-vala-mara-haiyana-ansuoni-mala-are-paheravaviપહેરાવવી છે મારા રે વાલા, મારા હૈયાના આંસુઓની માળા, અરે પહેરાવવી .....
કરીશ ભાવના તાંતણાં મજબૂત એવા, ગૂંથીશ એમાં મારા હૈયાના આંસુઓની માળા .....
ચાહના ભરી છે હૈયામાં રે એવી, પીવા છે મારા વાલા તારા પ્રેમના રે પ્યાલા,
કરવાને પ્રશંસા રે તારી, વાહવાહ કરવા નથી શબ્દો,
અરે બનાવવા બેસું તને તું બનવાનો નથી, ભલે કરીશ હું તને કાલાવાલા .....
કરવી નથી કોઈ કોશિશો મારે હવે, કરવાને ખોટી વાતો, પહેરાવવી છે માળા .....
બોલવું હતું જે તારી પાસે, આવી એ જબાનથી ના બોલી શક્યા,
હૈયાની એ વાતો કહેશું અમે હવે તને, પહેરાવીને તને આંસુઓની માળા,
મોતીએ મોતીએ મળશે તને હાલેદિલના ઇઝહાર અમારા,
પીવડાવવા છે તને હૈયાના રે પ્રેમના રે પ્યાલા, પહેરાવવી છે મારા રે વાલા .....
પહેરાવવી છે મારા રે વાલા, મારા હૈયાના આંસુઓની માળા, અરે પહેરાવવી