View Hymn (Bhajan)
Hymn No. 4184 | Date: 20-Jul-20012001-07-202001-07-20નજરમાં નથી આવતા પ્રભુ, એ દોષ આપણો કે પ્રભુનોSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=najaramam-nathi-avata-prabhu-e-dosha-apano-ke-prabhunoનજરમાં નથી આવતા પ્રભુ, એ દોષ આપણો કે પ્રભુનો,
સર્વની વાત જાણનારો તું, ના જાણી હૈયાની વાત, એ દોષ આપણો કે પ્રભુનો,
વાદળ હટ્યા વિના પૂર્ણ પ્રકાશ દેખાતો, એ તો તે જાહેર કર્યું,
આવ્યા મારી નજર સામે વાદળો ઘનઘોર, એ દોષ પ્રભુનો કે .....
સમજદારીની બહાર સમજદારી રહેતી નથી, છતાં પૂરી સમજદારી ના પામ્યા,
પુરુષાર્થમાં આળસ હંમેશા નડતી રહી, દોષ એ અન્યનો કાઢતો રહ્યો, એ દોષ .....
પ્રભુ તું નિરઅહાંકારી છતાં સર્વનું ભલું તું ચાહે છે, એ દોષ પ્રભુનો કે સર્વનો,
કર્યા વિના પૂર્ણ યાદ, રહ્યા ઉલઝતા અમે ફરિયાદોમાં ને ફરિયાદોમાં, એ દોષ .....
જગાવી હૈયામાં ફરિયાદ ને આપીને તારી યાદ, એ દોષ આપણો કે .....
ચાહ્યું જ્યારે દિલે, ના દીધા દીદાર તેં, માયાના રંગમાં રંગ્યું, એ દોષ .....
નજરમાં નથી આવતા પ્રભુ, એ દોષ આપણો કે પ્રભુનો