View Hymn (Bhajan)
Hymn No. 1660 | Date: 06-Aug-19961996-08-061996-08-06છે જ્યાં આવડત ને સમજણ, કાર્ય એના જરૂર પાર પડતાં જાય છેSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=chhe-jyam-avadata-ne-samajana-karya-ena-jarura-para-padatam-jaya-chheછે જ્યાં આવડત ને સમજણ, કાર્ય એના જરૂર પાર પડતાં જાય છે,
ઈર્ષા ને અદેખાઈથી ભરેલું આ જગ, એનાં વખાણ કરતાં ના અચકાય છે.
થાય છે કદર કાર્યની, એની કુશળતા પરથી કદર કરાવવાથી ના થાય છે,
કરે છે જે કુશળ કાર્ય જીવનમાં બધાં એની પાસે દોડતા દોડતા જાય છે,
હોય પાસે કે દૂર તોય શોધીને એને, બધા એની પાસે પહોંચી જાય છે.
મળે છે સંતોષ જ્યાં કાર્યમાં, ત્યાં હરકોઈ ખુશ થઈ જાય છે,
સમજણ ને આવડત વગર કરે કોઈ રાતદિન કાર્ય, તોય કાંઈ ના થાય છે.
કહેવી એને મહેનત એની કે કહેવી ગધ્દામજૂરી, ના એ સમજાય છે,
કરે છે જે કોઈ પુર્ણ પુરુષાર્થ પોતાના કાર્યમાં, સફળતા એને મળી જાય છે,
અધકચરા પુરુષાર્થથી જીવનમાં, પૂર્ણ સફળતા ના પમાય છે.
છે જ્યાં આવડત ને સમજણ, કાર્ય એના જરૂર પાર પડતાં જાય છે