જમાનાને યાદ કરવામાં, યાદ કરવું પ્રભુ તને હું ભૂલી ગઈ
ચાલતાચાલતા રાહમાં અધવચ્ચે, ના જાણે ક્યાં હું ખોવાઈ ગઈ
આવી યાદ ક્યારે કોઈના સુખની, આવી ક્યારે દુઃખની, નવી યાદો હું જગાવતી ગઈ
ભૂલી ગઈ પ્રભુ તારા સ્મરણને, વ્યાધિ-ઉપાધિમાં હું પડતી રે ગઈ
આદતના જોર પાસે, મજબૂર બનીને હું બેસી રે ગઈ
ભૂલી ગઈ દુઃખદર્દ મારાં, મારા ધ્યેયને હું તો ભૂલી રે ગઈ
આવી મઝા એવી મને કે પારકી નિંદા હું તો કરતી ને કરતી રે ગઈ
કોઈના અવગુણના તો કોઈના ગુણનાં ગાણાં હું ગાતી રે ગઈ
મિટાવવું હતુ દુઃખદર્દ જન્મોજન્મનું, મિટાવવાને બદલે જગાવતી રે ગઈ
લાગ્યું ના લાગ્યું મન તારામાં પ્રભુ, ત્યાં અન્ય સંગ જોડાતી ગઈ
ગણું એને નબળાઈ મારી કે ગણું એને મારા અવગુણ ના એ સમજી શકી
પ્રભુ તાંરા ગુણગાન ગાવાને બદલે, રોદણાં રોવા હું તો લાગી રે ગઈ
- સંત શ્રી અલ્પા મા
jamānānē yāda karavāmāṁ, yāda karavuṁ prabhu tanē huṁ bhūlī gaī
cālatācālatā rāhamāṁ adhavaccē, nā jāṇē kyāṁ huṁ khōvāī gaī
āvī yāda kyārē kōīnā sukhanī, āvī kyārē duḥkhanī, navī yādō huṁ jagāvatī gaī
bhūlī gaī prabhu tārā smaraṇanē, vyādhi-upādhimāṁ huṁ paḍatī rē gaī
ādatanā jōra pāsē, majabūra banīnē huṁ bēsī rē gaī
bhūlī gaī duḥkhadarda mārāṁ, mārā dhyēyanē huṁ tō bhūlī rē gaī
āvī majhā ēvī manē kē pārakī niṁdā huṁ tō karatī nē karatī rē gaī
kōīnā avaguṇanā tō kōīnā guṇanāṁ gāṇāṁ huṁ gātī rē gaī
miṭāvavuṁ hatu duḥkhadarda janmōjanmanuṁ, miṭāvavānē badalē jagāvatī rē gaī
lāgyuṁ nā lāgyuṁ mana tārāmāṁ prabhu, tyāṁ anya saṁga jōḍātī gaī
gaṇuṁ ēnē nabalāī mārī kē gaṇuṁ ēnē mārā avaguṇa nā ē samajī śakī
prabhu tāṁrā guṇagāna gāvānē badalē, rōdaṇāṁ rōvā huṁ tō lāgī rē gaī
Explanation in English
|
|
In remembrance of the world, I forgot to remember you Oh God!
While walking on the path, I do not know where I lost my way in the middle.
Sometimes I remembered the happy times of someone, sometimes of suffering; it just awakened new memories.
I forgot to remember you oh God, I kept falling in maladies and difficulties.
Due to the stronghold of my habits, I was helpless.
I forgot my suffering and pain, I forgot my goal.
I got so much pleasure that I kept on criticising and blaming others.
Sometimes I remembered the faults of others and sometimes sang songs of virtues of others.
I wanted to erase the pain and suffering of multiple lifetimes, instead of deleting I kept on awakening them.
Just when my mind was getting stable within you oh God, that I got entangled within others.
Whether I should consider that as my weakness or my failing, I was unable to understand that.
Instead of singing your praises oh God, I kept on crying about my situation.
|