View Hymn (Bhajan)
Hymn No. 1211 | Date: 26-Mar-19951995-03-261995-03-26છે ખૂબ કઠીન જીવનમાં અન્યના દુઃખને સમજવું,(2)Sant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=chhe-khuba-kathina-jivanamam-anyana-duhkhane-samajavumછે ખૂબ કઠીન જીવનમાં અન્યના દુઃખને સમજવું,(2)
છે એથીય કઠીન જીવનમાં અન્યના સુખ કાજે ખુદનું સુખ ત્યાગવું,
ખુદની ઇચ્છાઓ ને ખુદની ભાવનાઓ અન્ય કાજે ત્યાગવી
છે એટલે જ કઠીન પ્રભુ તને ભજવું, પ્રભુ તને તો ચાહવું
ચાહે છે જે તને, એને પડે છે બધું જ પોતાનું ત્યાગવું
ખૂબ કઠીન છે ખૂબ કઠીન છે, અસ્તિત્વ પોતાનું મિટાવવું
પ્રભુ ખૂબ કઠીન છે તારા પ્રેમનું પાત્ર બનવું, તારો પ્રેમ પામવું
તારા હરએક ભેદને જાણવો છે, ખૂબ કઠીન છે તને પામવો
છે ખૂબ કઠીન ઓળખાણ તારી મળવું, છે કઠીન તને પહેચાનવું
છે ખૂબ કઠીન જીવનમાં અન્યના દુઃખને સમજવું,(2)