અસુરોનો કરવા નાશ નાથ, હવે તમે પધારો, પ્રભુ હવે તમે પધારો
વધતો ને વધતો રહ્યો છે એમનો રે ઘેરો, પ્રભુ તમે હવે પધારો
નથી તમારા સિવાય મને, બીજા કોઈ બચાવવાવાળો,તમે પધારો
નથી સહેવાતો હવે આ ત્રાસ, પ્રભુ તમે જલદી જલદી હવે પધારો
દિલના આંગણિયે આવો,જોઈ રહ્યો છુ હું તમારી વાટ, પ્રભુ તમે પધારો
મારી શાંતિ હણનારાનો કરવાને નાશ, પ્રભુ તમે જલદીથી પધારો
આપણા મિલન વચ્ચે આવતા અડચણને કરવા દૂર, જલદી તમે પધારો
ધમાલ મચી ગઈ છે દિલ ને મનમાં, મારા નાથ હવે જલદી પધારો
પ્રેમ રસના એ પ્યાલામાંથી એક બુંદ, તમે મને રે પાવો, જલદી પધારો
પ્રેમની તીવ્રતા વધારવા મારી, પ્રભુ તમે હવે પ્રેમજાળ બિછાવે
- સંત શ્રી અલ્પા મા
asurōnō karavā nāśa nātha, havē tamē padhārō, prabhu havē tamē padhārō
vadhatō nē vadhatō rahyō chē ēmanō rē ghērō, prabhu tamē havē padhārō
nathī tamārā sivāya manē, bījā kōī bacāvavāvālō,tamē padhārō
nathī sahēvātō havē ā trāsa, prabhu tamē jaladī jaladī havē padhārō
dilanā āṁgaṇiyē āvō,jōī rahyō chu huṁ tamārī vāṭa, prabhu tamē padhārō
mārī śāṁti haṇanārānō karavānē nāśa, prabhu tamē jaladīthī padhārō
āpaṇā milana vaccē āvatā aḍacaṇanē karavā dūra, jaladī tamē padhārō
dhamāla macī gaī chē dila nē manamāṁ, mārā nātha havē jaladī padhārō
prēma rasanā ē pyālāmāṁthī ēka buṁda, tamē manē rē pāvō, jaladī padhārō
prēmanī tīvratā vadhāravā mārī, prabhu tamē havē prēmajāla bichāvē
|