View Hymn (Bhajan)
Hymn No. 1210 | Date: 26-Mar-19951995-03-261995-03-26મારું બેકાબૂ મન જ્યાં મારા પર કાબૂ મેળવી જાય છેSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=marum-bekabu-mana-jyam-mara-para-kabu-melavi-jaya-chheમારું બેકાબૂ મન જ્યાં મારા પર કાબૂ મેળવી જાય છે
સમુંદરમાં તરતી મારી કિસ્તી, હાલક ડોલક થઈ જાય છે
શાંત સમુંદરમાં પણ ત્યારે, તોફાન મચી જાય છે
તરતી મારી કિસ્તીની હાલત, ડૂબવા જેવી થઈ જાય છે
બેકાબૂ ના કાબૂ નવા ગુલ એવા ખીલાવી જાય છે
મારી અશક્તિના પ્રમાણ, એ તો મને આપી જાય છે
જીવનની અંદર મુશિબતને ચુનૌતી આપી જાય છે
હસતા ખેલતા શાંત જીવનમાં મારા, આંસુના કાંટા પાથરી જાય છે
બહેકાવે છે એવો મને કે, ભાન મારું ભૂલાવી જાય છે
નાચમકુદ કરીને ખોટો બલિનો બકરો મને બનાવી જાય છે
મારું બેકાબૂ મન જ્યાં મારા પર કાબૂ મેળવી જાય છે