View Hymn (Bhajan)
Hymn No. 4236 | Date: 12-Aug-20012001-08-122001-08-12છે મસ્ત મસ્ત મસ્તી ભરી જિંદગીમાં મસ્ત મને રહેવા દેSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=chhe-masta-masta-masti-bhari-jindagimam-masta-mane-raheva-deછે મસ્ત મસ્ત મસ્તી ભરી જિંદગીમાં મસ્ત મને રહેવા દે,
જિંદગીની મસ્તી મને લૂંટવા દે,
મસ્તી વિના જીવનમાં મને જોઈએ ના બીજું કાંઈ,
જીવનની મસ્તીમાં મસ્ત રહેવા દે,
મસ્તી ભરી આંખોની મસ્તીમાં મને મસ્ત થાવા દે,
હરપળ મળી છે જે મસ્તી માટે, અરે બીજા કાર્યોમાં મને એ ગુમાવવા દે .....
જોઈને તને હું મસ્ત બનું, તારો ચહેરો નજરથી ના હટવા દે,
ગમે છે હજાર જિંદગીમાં, પણ તારો પ્યાર છે બેસુમાર,
તારા પ્યારના આલમમાં મને આજ તું મસ્ત બની ફરવા દે, છે મસ્ત મસ્ત ...
દિલની ખ્વાઇશ ને મારી આજ તું હદપાર કરવા દે, છે મસ્ત મારી .....
તારી પનાહમા તું આજ મને હર શ્વાસ મારો લેવા દે, છે મસ્ત મારી…
છે મસ્ત મસ્ત મસ્તી ભરી જિંદગીમાં મસ્ત મને રહેવા દે