View Hymn (Bhajan)
Hymn No. 4237 | Date: 16-Aug-20012001-08-162001-08-16કરું હું સાંજ સવાર વિચાર તારા, તોય વિચારોમાં ના તું આવેSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=karum-hum-sanja-savara-vichara-tara-toya-vicharomam-na-tum-aveકરું હું સાંજ સવાર વિચાર તારા, તોય વિચારોમાં ના તું આવે,
યત્નો યત્નો રહે કુંવારા, સફળતા એમાં ના આવે, કરું હું સાંજ સવાર......
મનના રે મારા ઘોડલા નિતનવા ખેલ ખેલવા રે ચાહે,
સમજાવું હું એને ઘણું કે પાસે તારી એ આવે, તને એ ચાહે,
ના સાંભળે વાત મારી, ના ચાહે એ પહેચાન તારી, કરું હું સાંજ સવાર ....
કામ ઘણા ઘણા મને યાદ આવે, કરવા એને પગ દોડી દોડી જાય,
ચાહે પાસે આવવા ત્યારે થાક ખૂબ સતાવે, કરું હું સાંજ સવાર .....
મન કહીં ઔર રહે, દિલ રહે પોતાની દુનિયામાં, બંનેનો જ્યાં મેળ ના ખાય,
ખેંચાતાણી ને ખેંચાતાણીમાં ધ્યાનમાં તું ના આવે, કે કરું હું .....
આળસના પારણે પોઢીયે અમે એવા કે ભોર ભયે બંધન એના ના છૂટે,
તૂટે તાંતણા તો સંગ અમારા કે તું વિચારમાં અમારા ના આવે, કરું હું સાંજ સવાર.....
કરું હું સાંજ સવાર વિચાર તારા, તોય વિચારોમાં ના તું આવે